તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો
App Store, Apple Music, iCloud, FaceTime, Apple Books વગેરે Apple સર્વિસ ઍક્સેસ કરવા માટે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો.
કોઈ iPhone અથવા iPad પર :
સેટિંગ્સ પર જાઓ પછી Apple અકાઉંટ પર ટૅપ કરો.
Mac પર :
Apple મેન્યૂ > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો, પછી સાઇડબારમાં “તમારા Apple અકાઉંટથી સાઇન ઇન કરો” પર ક્લિક કરો.
જો તમારી પાસે Apple અકાઉંટ ન હોય તો તમે એક બનાવી શકો છો.
તમે તમારું નામ, ફોટો, સંપર્કની માહિતી, પાસવર્ડ, સુરક્ષા સેટિંગ્સ અને પેમેંટ અને શિપિંગની માહિતી સહિત તમારી Apple અકાઉંટની માહિતી જોઈ અને બદલી શકો છો.
તમારી માહિતી અને કૉન્ટેંટ તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય એવા તમારાં તમામ ડિવાઇસ પર ઉપલબ્ધ છે. Apple સપોર્ટ લેખ તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો જુઓ.