ફેમિલી શેરિંગ સભ્યોના પ્રકાર
ફેમિલી શેરિંગ ગ્રૂપના સભ્યો તેમની ઉંમરના આધારે અલગ ભૂમિકાઓ ભજવી શકે છે.
નોટ : કોઈ વ્યક્તિને પુખ્ત અથવા બાળક ગણવાની ઉંમર દેશ અથવા પ્રદેશ પ્રમાણે અલગ હોય છે.
ઑર્ગનાઇઝર : ફેમિલી શેરિંગ ગ્રૂપ સેટ કરનારી પુખ્ત ઉંમરની વ્યક્તિ. ઑર્ગનાઇઝર પરિવારના સભ્યોને આમંત્રિત કરી શકે છે, પરિવારના સભ્યોને કાઢી શકે છે અને ગ્રૂપને વિખેરી શકે છે.
પુખ્ત વ્યક્તિ : 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ફેમિલી શેરિંગ ગ્રૂપના સભ્ય.
માતા-પિતા/વાલી : ફેમિલી શેરિંગ ગ્રૂપના પુખ્ત ઉંમરના સભ્ય કે જે ગ્રૂપમાં બાળકો માટે પેરેંટલ કંટ્રોલને મૅનેજ કરવામાં મદદ કરી શકે છે. જ્યારે ઑર્ગનાઇઝર ફેમિલી શેરિંગ ગ્રૂપમાં કોઈ પુખ્ત ઉંમરની વ્યક્તિને ઉમેરે છે ત્યારે જો ગ્રૂપમાં બાળક અથવા કિશોરવયના સભ્યો હોય તો તેઓ તેને માતા-પિતા અથવા વાલી તરીકે નિયુક્ત કરી શકે છે.
બાળક અથવા કિશોર : 18 વર્ષથી ઓછી ઉંમરના ફેમિલી શેરિંગ ગ્રૂપના સભ્ય. ઑર્ગનાઇઝર, માતા-પિતા અથવા વાલી એવા બાળક માટે Apple અકાઉંટ બનાવી શકે છે જે તેની ઉંમર ઘણી ઓછી હોવાના કારણે પોતાનું અકાઉંટ બનાવી શકે તેમ ન હોય. જુઓ : Apple સપોર્ટ લેખ તમારા બાળક માટે Apple અકાઉંટ બનાવો.